પતિ : 'પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : 'જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?'
સંતા - યાર, આપણે ફટકડા સળગાવીએ છીએ તો પહેલા પ્રકાશ દેખાય છે અને પછી અવાજ સંભળાય છે, આવું કેમ ?
બંતા- અરે યાર, આવું એટલા માટે હોય છે કારણ કે આપણી આંખો આગળ છે અને કાન પાછળ.
અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાક હમદર્દો બોલી ઊઠ્યા : 'પ્રેમાનંદો ને ન્હાનાલાલો ભુલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.'
'હા' છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું, '-પણ ત્યાં સુધી નહિ.'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો