સોમવાર, 25 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 89

એક યુવાનનું અવસાન થયું. બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર વાતો કરતા હતા :
'બિચારાનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં….'
'તો તો સારું થયું…. એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : 'ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…'
પોલીસ : 'પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?'
સંતા : 'ટી.વી. તો હું જોતો હતો ને ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુરખ : 'મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.'
ડાહ્યો માણસ : 'અરે વાહ ! જોઉં તો ખરો તારી શોધ !'
મુરખ : 'આ બારી જો !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી: