શુક્રવાર, 8 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 83

મોનૂ - પપ્પા, તમે હાથીથી ડરો છો ?
પિતા - ના, બેટા.
મોનૂ - વાધથી ડરો છો?
પિતા - ના.
મોનૂ - ભૂતથી?
પિતા - ના,
મોનૂ - તો તેનો મતલબ કે તમે મમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક કવિ મહાશયે તેમની પત્નીને કહ્યું : 'મેં બે કવિતાઓ લખી છે, એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે….'
'ભલે, તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.' પત્ની સહર્ષ બોલી.
કવિએ એક કવિતા વાંચી લીધી એટલે બગાસું ખાતાં પત્ની બોલી : 'તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેગી બનાવવાની નવી રીત : સૌરવ ગાંગુલી મેદાનમાં જાય ત્યારે પાણી મૂકો, એ પ્રથમ દડો ફૅસ કરે ત્યારે મસાલો નાખો. અને સૌરવ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો….. મેગી તૈયાર!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી:

  1. મેગી બનાવવાની નવી રીત : સૌરવ ગાંગુલી મેદાનમાં જાય ત્યારે પાણી મૂકો, એ પ્રથમ દડો ફૅસ કરે ત્યારે મસાલો નાખો. અને સૌરવ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો….. મેગી તૈયાર!

    BEST SHOT....

    જવાબ આપોકાઢી નાખો