શુક્રવાર, 1 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 80

શિક્ષક : સંતા, તું મને જણાવશે કે તારો જન્મ ક્યાં થયો ?
સંતા : તિરુવનંતપુરમ ખાતે.
શિક્ષક : અચ્છા. તું મને એનો સ્પેલિંગ કહી શકશે ?
સંતા: મને લાગે છે કે મારો જન્મ કદાચ ગોવા ખાતે થયો હતો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટરે દિલાસો આપતા પતિને કહ્યુ - તમે તમરી પત્નીની ચિંતા કરશો, તમે તો સમજો કે અમારી અહીંથી તમને પત્નીના રૂપમાં એક નવી સ્ત્રી મળશે.
પતિ ઉછળીને બોલ્યો - સાચે જ, પણ મારી પત્નીને ખબર પડી જશે તો ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'બોલો, પ્રોફેસર ભોલારામ. આજકાલ શું ચાલી રહ્યું છે ?'
'એક સંશોધનમાં ગૂંથાયો હતો. હમણાં જ એ કામ પૂરું થયું.'
'શેનું સંશોધન કરતા હતા ?'
'ઍરોપ્લેનમાં આગ લાગે ત્યારે મુસાફરોને કેવી રીતે બચાવી લેવા ?'
'તો તમે કયા તારણ પર આવ્યા ?'
'એ જ કે વિમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસવું નહિ. અને જો તેમાં પ્રવાસીઓ બેઠા હોય તો આગ લાગે ત્યારે વિમાનને રોકીને પ્રવાસીઓને ઊતારી દેવા.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો