બુધવાર, 13 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 85

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉકટર પાસે લઈ ગયો. ડોકટરે પૂછ્યું કે 'તમે મારી ફી તો બરાબર આપશો ને ?' કંજૂસ કહે હા 'તમે મારી પત્નીને જીવાડો કે મારો, હું તમને ફી આપીશ.' બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી. ડૉકટરે પોતાની ફી માંગી.
કંજૂસ : 'તમે મારી પત્નીને જિવાડી ?'
ડૉકટર : 'ના.'
કંજૂસ : 'તો શું તમે એને મારી નાખી ?'
ડૉકટર : 'ના.'
કંજૂસ : 'તો પછી હું તમને ફી શાની આપું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી : ડૉક્ટર સાહેબ, મારી સમસ્યા એ છે કે હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છું.
ડોક્ટર : પણ એવું ક્યારથી થાય છે ?
દર્દી : જ્યારથી મેં આ દુનિયા બનાવી ત્યારથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો