મંગળવાર, 24 જુલાઈ, 2012

Gujarati Joke Part - 286

સંતા - તુ ઈંટરનેટથી કોઈનું પણ ભવિષ્ય કેવી રીતે બતાવી શકે છે ?
બંતા - જે ઈંટરનેટ પર દસ કલાક પસાર કરે છે તેનું ભવિષ્ય ચોક્કસ અંધકારમય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ન્યાયધીશ : (અપરાધીને) : મેં તને સવા સો રુપિયાનો દંડ ફટકારી દીધો છે.
અપરાધી : જજ સાહેબ, સો રુપિયા કેમ નહીં?
ન્યાયધીશ : તેવું એટલા માટે કે સો રુપિયા તો તારો દંડ અને પચ્ચીસ રુપિયા મનોરંજન ટેકસ લગાવવામાં આવ્યો છે..!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : 'આ વખતે એક્ઝિબિશનમાં ક્યા પ્રકારની સાડીઓ આવશે ખબર નહીં !'
પતિ : 'બધે બે જ પ્રકારની સાડી હોય છે. એક જે તને પસંદ નથી પડતી અને બીજી, જે ખરીદવાની મારી ત્રેવડ નથી હોતી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો