શનિવાર, 7 જુલાઈ, 2012

Gujarati Joke Part - 279

વિકી : કોઈ માણસ ઉકળતાં પાણીમાં પડી જાય તો શું થાય?
ચંકી : બે-ચાર બૂમો પાડ્યા પછી ઠંડોગાર થઈ જાય.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું : 'હાડપિંજર એટલે શું ?'
મગન : 'સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ફાંકાબાજ મહાશયે તેમના મિત્રો સમક્ષ બડાશ મારતાં કહ્યું : 'ગયા અઠવાડિયે હું મારી રિવોલ્વર લઈને જંગલમાં ગયો ત્યારે ગીચ ઝાડીમાં કશોક સળવળાટ થતો હોય તેમ મને લાગ્યું. મેં તરત જ રિવોલ્વર ચલાવી. પછી પચીસેક ડગલાં આગળ જઈને મેં જોયું તો ત્યાં વાઘ મરેલો પડ્યો હતો !'
'અચ્છા ! એ વાઘ ત્યાં કેટલા દિવસથી મરેલો પડ્યો હશે, તેનો તને કાંઈ અંદાજ આવેલો ખરો ?' શ્રોતામિત્રોમાંથી એક જણે બગાસું ખાતાં પૂછ્યું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો