બુધવાર, 18 જુલાઈ, 2012

Gujarati Joke Part - 283

(એક બહુ મોટી ચોરી કરનારને…..)
ન્યાયાધીશ : 'આ ચોરીની આખી યોજના તારા એકલાની જ હતી ?'
ચોર : 'હા સાહેબ.'
ન્યાયાધીશ : 'પરંતુ તેં કોઈની મદદ ન લીધી તે નવાઈની વાત કહેવાય.'
ચોર : 'સાહેબ, સમાજમાં ચોરોની સંખ્યા ન વધે તેનો હું ખાસ ખ્યાલ રાખું છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ગ્રાહકે વાળંદને કહ્યું : 'મારા વાળ ઘણા ઓછા થઈ ગયા છે. તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસા લેવા જોઈએ.'
'ઊલટું, તમારા વાળ કાપવાના મારે વધારે પૈસા લેવા જોઈએ. તમારા માથા પરના વાળ શોધવામાં મને કેટલી સખત મહેનત પડે છે !' વાળંદે કહ્યું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - તમે જાણો છો, બાળકો ઘરનો પ્રકાશ હોય છે.
પતિ - કેવી રીતે ?
પત્ની - લાઈટ બંધ કરતા જ તેમને તાવ આવી જાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો