રવિવાર, 22 જુલાઈ, 2012

Gujarati Joke Part - 285

એક વ્યક્તિ સાઈકલ પર જઈ રહ્યો હતો. તેની સાઈકલ પાછળ બેસેલો છોકરો જોર-જોરથી રડતો હતો.
બાળકને રડતો જોઈને એક રસ્તે જતી વ્યક્તિએ પૂછ્યૂ - બાળક રડી રહ્યો છે છતાં તમે બેધડક જઈ રહ્યા છો.
સાઈકલવાળો બોલ્યો - સાઈકલમાં ઘંટી નથી સાહેબ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન - અરે ભાઈ છગન, તુ ક્યાં ભટકી રહ્યો છે ?
છગન - શુ બતાવુ યાર, કાલથી શોધી રહ્યો છુ, ક્યાય મળતુ નથી.
મગન - શુ નથી મળતુ ?
છગન - મારુ પર્સ, તેમા 20,000 રૂપિયા અને મારુ ક્રેડિટ કાર્ડ પણ છે
મગન - શુ તુ ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે ?
છગન - નહી પર્સ તો મારા નાના ભાઈને મળી ગયુ છે.
મગન - તો પછી શુ શોધી રહ્યો છે ?
છગન - અરે, હું તો મારા નાના ભાઈને શોધી રહ્યો છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'મમ્મી, શિમલામાં જે છોકરો મળ્યો તો એનું નામ શું હતું?'
'કયો છોકરો બેટા?'
'એ જ, કે જેના માટે મેં કહ્યું હતું કે, હું એના વગર જીવી નહી શકું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો