શુક્રવાર, 20 જુલાઈ, 2012

Gujarati Joke Part - 284

એક પત્નીએ પતિને કહ્યુ - છોકરીઓની શાળા પાસે બોર્ડ લાગ્યુ છે - મહેરબાની કરીને ગાડી ધીરે ચલાવો, શાળા છે. પણ મહિલા કોલેજની સામે કોઈ બોર્ડ નથી.
પતિ - આપણા અધિકારીઓ સમજુ છે. તેમને ખબર છે કે તેમના વિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાસિંહને મનોવિજ્ઞાન વાંચવાનો ચસ્કો લાગ્યો. તે એમાં ડૂબી ગયો. એક દિવસ એક મિત્ર મળ્યો. સંતા સિંહે તેમને કહ્યુ - મેં સાંભળ્યુ હતુ કે તમારુ અવસાન થયુ છે.
મિત્રએ કહ્યુ - પરંતુ હું તો તમારી સામે જીવતો ઉભો છુ ?
સંતાજીએ પોતાનુ મનોવિજ્ઞાન જ્ઞાન બતાવતા કહ્યુ કે - પણ એ કહેનારો માણસ તમારા કરતા વધુ ભરોસાવાળો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કાકા : ડૉક્ટરસાહેબ, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરે છે.
ડૉક્ટર : એ વહેમ નથી, તમારું આગલું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉન્ડર તમારો પીછો કરે છે !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો