રવિવાર, 1 જુલાઈ, 2012

Gujarati Joke Part - 276

છગન : 'પ્રિયે ! હું તારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરીશ'
શોભના : 'સાચ્ચે જ !'
છગન : 'હા, પણ તું તારી નાનામાં નાની ઈચ્છા જ કહેજે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ચોર એક ઘરમાં ચોરી કરવા ગયો. તિજોરી પર લખ્યુ હતુ - તિજોરી તોડવાને જરૂર નથી. 123 નંબર લગાવી સામેવાળું લાલ બટન દબાવો, તિજોરી ખુલી જશે.
જેવુ ચોરે બટન દબાવ્યુ કે એલાર્મ વાગ્યો અને પોલીસ આવી ગઈ.
જતા-જતા ચોરે ઘર માલિકને કહ્યુ - આજે મારો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?'
'થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ બધા ઉકલી જાય છે.'
'એ કેવી રીતે ?'
'મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો