પિતા : જો તારા ટેબલ પર દસ માખી હોય અને હું એમાંથી એકને મારી નાખું તો કેટલી માખીઓ બચે ?
પુત્ર : તમે જે માખીને મારી નાખી છે ને તે એક જ બચશે !
એક દારૂડિયાએ બીજા દારૂડિયાને પૂછ્યુ - યાર, આપણે મરી ગયા પછી ક્યા જઈશુ, સ્વર્ગમાં કે નરકમાં.
બીજો દારૂડિયો - તારે જ્યા જવુ હોય ત્યાં જજે. મારી તો એકવાર પીધા પછી ક્યાય જવાની હિમંત નથી થતી.
ચંદુ ચટપટને ઑફિસે પહોંચતાં બે કલાક મોડું થઈ ગયું. એના બોસ ગુસ્સે થઈને બોલ્યા, 'કેમ આટલું મોડું કર્યું…. ?'
'સાહેબ ! સીડી ઊતરતાં હું પડી ગયો તેથી…'
'ગપ્પાં ના મારો….'
'સાચું કહું છું સાહેબ. જુઓ મને આટલું બધું વાગ્યું પણ છે.'
'એ તો ઠીક, પણ સીડી ઉપરથી પડતાં કાંઈ બે કલાક તો ના જ લાગે ને !' બૉસે ઘૂરકિયાં કરતાં કહ્યું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો