રવિવાર, 16 મે, 2010

Gujarati Joke Part - 28

જ્યારે ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે સંતાએ એક અમેરિકનને પૂછ્યું - અહીંથી જમીન કેટલી દૂર છે ?
અમેરિકને કહ્યું - લગભગ બે મિલ.
ત્યારે સંતા બોલ્યો - અરે વાહ, હું તો તરવાનું સારી રીતે જાણું છુ, અને તે કુદી ગયો.
કૂદીને બોલ્યો - જમીન કઈ બાજુ છે ?
અમેરિકને કહ્યું - નીચેની બાજુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બીમાર માણસ ડૉકટર પાસે ગયો. ડૉકટરે એને તપાસીને કહ્યું :
'આમ તો મને કોઈ બીમારી નથી જણાતી, પણ કદાચ દારૂની અસર હોઈ શકે.'
દરદીએ કહ્યું : 'કોઈ વાંધો નથી. તમારો નશો ઉતરી જાય ત્યાર પછી હું આવીશ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે 'થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો