ગુરુવાર, 6 મે, 2010

Gujarati Joke Part - 23

એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું, 'જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !'
'શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'પેટનું કાર્ય જણાવો'
'પેન્ટને પકડી રાખવાનું !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો