રવિવાર, 2 મે, 2010

Gujarati Joke Part - 21

'અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.'
'એમ કરો સાથે ક્રોસીન આપો !'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોલીસ : 'જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.'
જેલર : 'એ તો બહુ સારી વાત કહેવાય. તું રાજી થવાને બદલે કેમ આટલો ચિંતામાં છે ?'
પોલીસ : 'સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો !… શું કરીશું ?'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કવિ - (મિત્રને) અરે યાર, મારા 5 વર્ષના પુત્રએ મારી બધી કવિતાઓ ફાડી નાખી.
મિત્ર - અરે વાહ, તારો પુત્ર તો ખૂબ જ સમજદાર નીકળ્યો. કલાને પારખવાની સમજ છે તેનામાં.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો