શુક્રવાર, 28 મે, 2010

Gujarati Joke Part - 34

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે 'થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની- લોકો પોતાનો જન્મદિન સુધ્ધાં ભૂલી જાય છે, પણ પોતાના લગ્નની વર્ષગાંઠ કેમ નથી ભૂલતા ?
પતિ - દુ:ખદ ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રહે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ.
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો આંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો