મગન : 'કોઈને કહેતા નહિ ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય તો તકલીફ પડશે.'
એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાં લટાર મારવા નીકળ્યા હતા. ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતો અને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.
પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી. થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું, 'ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છો પણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીને ફરતો બંધ જ થઈ જાય તો તમને ખબર શી રીતે પડે ?'
'સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ !'
પતિ - મારા રહેતા તારે ક્યારેય કોઈ ચોર-લૂંટારાથી ડરવાની જરૂર નથી.
પત્ની - કેમ, તમે કરાટે ચેમ્પિયન છો ?
પતિ - ના, પણ મને દોડમાં ધણા ગોલ્ડમેડલ મળ્યા છે, એવું કાંઈ જોખમ હશે તો હુ ભાગીને પોલીસને જાણ કરી દઈશ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો