ગુરુવાર, 20 મે, 2010

Gujarati Joke Part - 30

શિક્ષકે વર્ગમાં છોકરાઓની નોટબુક તપાસતા કહ્યુ - મને નવાઈ લાગે છે કે તુ એકલા હાથે આટલી ભૂલો કરે છે ?
છોકરાએ ઉભા થઈને કહ્યુ - આ બધી ભૂલો મારે એકલાની નથી. મારા પિતાજીએ પણ આમાં મદદ કરી છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન અને મગન ભાડાની હોડીમાં બેસીને ફરવા ગયા, ત્યારે જ દરિયામાં તોફાન આવ્યું,
છગન-મગનની નાવડી પાણીમાં ડૂબી જવાની તૈયારીમાં હતી. છગન બૂમો પાડવા માંડ્યો
મગન - અરે યાર, તૂ આમાં આટલી ચીસો કેમ પાડે છે, નાવડી આપણી થોડી છે, એ તો ભાડાની છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : 'મારી યાદશક્તિ ઘણી સારી છે, પરંતુ ત્રણ બાબત એવી છે જેને હું ક્યારેય યાદ રાખી શકતો નથી.'
ગટુ : 'તને કઈ ત્રણ બાબતો યાદ રહેતી નથી ?'
નટુ : 'એક, મને લોકોના નામ યાદ રહેતા નથી. બે, લોકોનાં ચહેરાં પણ યાદ રહેતા નથી. અને ત્રણ, મને એ ત્રીજી બાબત જ યાદ રહેતી નથી.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો