બુધવાર, 12 મે, 2010

Gujarati Joke Part - 26

કમળા : 'બહેન, રસોઈયણ કરતાં આપણા હાથની રસોઈથી ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે. ખરું ને ?'
રંજન : 'હા… જો ને, મારા પતિ પહેલાં જેટલું ખાતા હતા તેના કરતાં અર્ધુ પણ હવે ખાતા નથી !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અધ્યાપિકાએ છાત્રને પૂછ્યુ - વરસાદ પડે ત્યારે વીજળી કેમ ચમકે છે ?
વિદ્યાર્થીને જવાબ આપ્યો - મેડમ, ઈન્દ્ર દેવતા ટોર્ચ સળગાવીને જુએ છે કે ક્યાંક કોરુ તો નથી રહી ગયુ ને ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતા : 'બેટા. ચલ ગણિત પાકુ કર. મારા હાથમાં કેટલી આંગળીઓ છે.
પુત્ર : 'પપ્પા, હાથની અંદર તો એકપણ આંગળી નથી. જે છે તે પંજા પર જ છે.
પિતા : 'સારું, સારું અવે. પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?'
પુત્ર : 'શું પપ્પા ! તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જ તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો