શનિવાર, 22 મે, 2010

Gujarati Joke Part - 31

'આ રૂમનું ભાડું કેટલું છે ?'
'1000 રૂપિયા.'
'પણ હું તો કવિ છું, કાંઈક વાજબી….'
'તમારે છ મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે…'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બૂમો મારતો હતો. - બહેન, પાઈ પૈસો આપો. આ અપંગની મદદ કરો
એક ભાઈને દયા આવી, તેમણે પર્સ ખોલ્યુ પણ છુટ્ટા પૈસા ન મળ્યા, તેથી બોલ્યો ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી - આ ઉધારીમાં જ મને હજારોનુ નુકશાન થઈ ગયુ છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા. ગેંડાલાલે વાડકામાં સિક્કો નાખતાં ભિખારીને પૂછ્યું, 'બીજો વાડકો શું કામ મૂક્યો છે ?'
'આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !' ભિખારીએ ખુલાસો કર્યો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો