રવિવાર, 26 ડિસેમ્બર, 2010
Gujarati Joke Part - 114
સત્તારૂઢ થયેલા પ્રધાન મનોમન બબડ્યા : 'આ લોકો તે કેવા છે ! આખો દિવસ મળવા જ આવતા રહે છે !'
પણ થોડા વર્ષો બાદ સત્તા ગયા પછી એક દિવસ તે પ્રધાન ફરીથી બબડ્યા : 'આ લોકો તે કેવા છે ! કોઈ મળવા પણ આવતા નથી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.'
'વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?'
'હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.'
'તમે તો ખરા છો ! કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારી બેગ મૂકી આવશો, તો તાજમહાલ શું તમારો થઈ જાશે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મૂર્ખ કાનજી : 'જો તું મને કહી આપે કે મારી આ થેલીમાં શું છે તો એમાંના અડધાં ટામેટાં તારા, અડધાં મારા.'
મહામૂર્ખ મનજી : 'પણ યાર, કંઈક હિન્ટ તો આપ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો