શનિવાર, 18 ડિસેમ્બર, 2010

Gujarati Joke Part - 110

'એના કહેવાથી તેં સિગારેટ છોડી ?' 'હા' 'અને દારૂ પણ ?' 'હા' 'જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?' 'હા. હા.' 'તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?' 'સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ગ્રાહક સ્ત્રી (પુસ્તક વિક્રેતાને) : 50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલા દંપતીને ભેટ આપવા લાયક કોઈ પુસ્તક હોય તો આપો. પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું. પુસ્તકનું નામ હતું : 'અર્ધી સદીનો સંઘર્ષ'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મમ્મી - બેટા તારા શિક્ષિકા બેને મારા પર કાગળ લખ્યો છે, એમાં તારી સામે ફરિયાદ છે. પુત્રઃ પપ્પા, મારી સામે ફરિયાદ કેવી રીતે હોય? બે મહિનાથી હું નિશાળે જ નથી ગયો!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો