રવિવાર, 12 ડિસેમ્બર, 2010

Gujarati Joke Part - 107

એક શેઠ ટેલિસ્કોપથી આકાશમાં જોઈ રહ્યા હતા. તેની પાસે નોકર ઊભો હતો. અચાનક એક તારો તૂટયો. નોકર : 'વાહ શેઠ, શું નિશાન લગાવ્યુ છે!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ર લખતાં-લખતાં પતિદેવ રોકાઈ ગયા અને ચિંતાની સ્થિતિમાં અહીં તહીં જોવા લાગ્યા. પત્નીએ તેમને ચિંતિંત જોઈને બોલી - ' તમે એકદમ ચિંતામાં કેમ પડી ગયા ? પતિએ બતાવ્યુ - 'અત્યારે તો એ મારી જીભ પર જ હતી....અચાનક ગાયબ થઈ ગઈ. પત્ની બોલી - 'ચિંતા શુ કામ કરો છો, ફરી વિચારો, યાદ આવી જશે. 'કેવી રીતે પાછી આવશે, એ તો કવર પર ચોંટાડવાની ટિકીટ હતી ! તેણે અફસોસ સાથે જણાવ્યું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન : 'હું નોકરી બદલવા ઈચ્છું છું, યાર.' છગન : 'તને એક વાત ખબર છે ?' મગન : 'કઈ ?' છગન : 'પરણેલો પુરુષ કેટલી નોકરીઓ બદલે છે તે મહત્વનું નથી. આખરે તો એનો બૉસ એક જ રહે છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી: