ગુરુવાર, 16 ડિસેમ્બર, 2010

Gujarati Joke Part - 109

દિનેશે રમેશને - તુ લવ મેરેજ કરીશ કે એરેંજ મેરેજ ? રમેશ - મને તો આ પ્રશ્ન પર જ હસુ આવે છે. આ તો એ જ રીતે છે કે કોઈ પૂછે કે તુ આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભિખારી - શેઠાણી, બે રૂપિયા આપોને ચા પીવી છે. શેઠાણી - આઘો જા, હમણા શેઠ ઘરમાં નથી ભિખારી - શુ શેઠાણી તમારી ઘરમાં બે રૂપિયા જેટલી પણ કિમંત નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
દર્દી : 'મને લાગે છે કે હું બે વ્યક્તિત્વોમાં જીવું છું. મારે મારું નિદાન કરાવવું છે કે સાચો હું કોણ છું.' મનોચિકિત્સક : 'તમારાં બે વ્યક્તિત્વોમાંથી સાચો કોણ છે એ જાણવું હોય તો બેમાંથી એકે મને અત્યારે આગોતરી ફી આપવાની રહેશે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો