બુધવાર, 22 ડિસેમ્બર, 2010
Gujarati Joke Part - 112
એક દિવસ સંતાએ ડોક્ટરને આવીને કહ્યુ - તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે, ડોક્ટર સાહેબ.
ડોક્ટરે કહ્યુ - થયો હશે. પણ મને યાદ નથી આવતુ કે મેં તમારી સારવાર ક્યારે કરી ?
બંતા - મારી નહી, મારા કાકાની. તમારી સારવારથી મારા કાકા સ્વર્ગમાં ગયા અને તેમની મિલકતનો હું એકમાત્ર વારસદાર થઈ ગયો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - ચાલ, વગર વિચાર્યે ખોટુ બોલી બતાવ તો, હુ તને સો રૂપિયા આપીશ.
બંતા - હમણા તો તુ એક હજાર રૂપિયા આપવાની વાત કરતો હતો ને ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક છોકરીએ પોતાના લગ્નના પ્રસંગે પોતાના જૂના પ્રેમીને આમંત્રણ કંકોતરી મોકલી.
પ્રેમીએ કંકોતરી ખૂબ જ ધ્યાનથી વાંચી અને જેની સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા તેનો સંપર્ક કર્યો. પાછળથી એક શુભેચ્છા પાઠવતો એક તાર મોકલ્યો જેમા લખ્યુ હતુ કે - ઈશ્વર કરે તમારી જીંદગીમાં આવો દિવસ વારંવાર આવે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો