શુક્રવાર, 10 ડિસેમ્બર, 2010

Gujarati Joke Part - 106

સંજના - સંજય, જો મારા જીભ પર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. સંજય - પડે જ ને ! તુ તેને કદી આરામ જ નથી આપતી, દિવસભર ચલાવ્યા જ કરે છે તો એવુ જ થાય ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રમેશ : 'અલ્યા, પેલાએ ઉધરસની દવા માંગી અને તેં એને જુલાબની દવા કેમ આપી? મહેશ : 'તું જો એની સામે, કલાક થઇ ગયો દવા લીધી પણ એને નામની ઉધરસ આવી છે? હવે એ હિંમત જ નહીં કરે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, 'આ શું બોલ બોલ કરો છો તમે ? 'મારું ઘર', 'મારી કાર', 'મારા બાળકો' એમ કહેવા કરતાં તમે 'આપણું' શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?' છોટુ : 'આપણું પાટલૂન શોધું છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો