બુધવાર, 8 ડિસેમ્બર, 2010

Gujarati Joke Part - 104

પ્રેમિકા - (પ્રેમીને) હુ તારી પત્ની બનીને તારી ઘરે આવીશ તો તારી ઘરે અજવાળુ જ અજવાળુ થઈ જશે. પ્રેમી હસીને બોલ્યો - હા, પછી તો હું લાઈટનુ કનેક્શન જ કપાવી નાખીશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની : તમારે બિસ્કીટ ખાવા હોય તો ખાવ પણ હું નક્કી કરું તે પ્રમાણે ખાવ. પતિ : બોલ. કેવી રીતે ? પત્ની : નાળીયેરી પુનમે – કોકોનટ ક્રન્ચી, તમારો આજનો દિવસ શુભ જાય તે માટે – ગુડ ડે, હોસ્પિટલમાં બિમારને – ગ્લુકોઝ, અને જયારે તમે કોઈ નિર્ણય પર ન આવે શકતા હોવ ત્યારે – ફીફ્ટી-ફીફટી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બંતા -(સંતાને) ચાલ, 5 રૂપિયા ફાળો આપ, એક નેતાનું અવસાન થઈ ગયુ છે, આપણે બધાએ મળીને તેનો અંતિમ સંસ્કાર કરવાનો છે. સંતા - આ લે 15 રૂપિયા, અને ચાલ એક સાથે ત્રણના અંતિમ સંસ્કાર કરી નાખીએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો