ગુરુવાર, 30 ડિસેમ્બર, 2010

Gujarati Joke Part - 116

ભિખારી : '50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.' કંજૂસ : '10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે. બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે. પત્નીણ : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું ત્યાુરે તે સુતા હોય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીને વાતો કરી રહ્યા હતા. પહેલો - હુ અહીંનો રાજા છુ. બીજો - તને કોણે કહ્યુ ? પહેલો - મને ઈશ્વરે કહ્યુ. ત્રીજો - નહી, નહી આ મારી પર ખોટો આરોપ લગાવી રહ્યો છે, હુ એવુ કશુ જ નથી કહ્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો