રવિવાર, 5 ડિસેમ્બર, 2010
Gujarati Joke Part - 103
શિક્ષક : 'તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?'
મગન : 'સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંશને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક ભિખારી એક કાકા પાસે આવીને કહે છે : કાકા, કાકા, બસ એક રૂપિયાનો સવાલ છે….
કાકા કહે છે : 'જા પેલા ગણિતના સરને પૂછ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પતિએ પત્નીને પૂછ્યું કે - ઈશ્વરે તને સુંદરતા અને બેવકૂફી એક સાથે કેમ આપી દીધી ?
પત્ની તરત જ બોલી - સુંદરતા એટલા માટે આપી કે તમે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકો, અને બેવકૂફી એટલા માટે કે હું તમારો પ્રસ્તાવ સ્વીકારી લઉં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો