મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 147

પિતાજી ઓફિસથી ઘરે આવતા જ દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ - પપ્પા, મમ્મીએ આજે મને કારણ વગર માર્યો.
પિતાએ સમજાવત કહ્યુ કે - અરે બેટા, સહન કરી લેતા શીખ, મને જો હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે સંજયને પૂછ્યું : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?
સંજયે કહ્યું : સાહેબ ! ગઈ કાલે વરસાદ ખૂબ પડતો હતો એટલે.
શિક્ષકે કહ્યું : સારું. તો પછી આજે મોડો કેમ આવ્યો ?
સંજયે કહ્યું : સાહેબ ! હું વરસાદ પડે તેની વાટ જોતો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વર્ગશિક્ષક : 'પૃથ્વીની ધરી એટલે શું ?'
વિદ્યાર્થી : 'પૃથ્વીની ધરી એટલે બે ધ્રુવોમાંથી પસાર થતી કલ્પિત રેખા જેના પર પૃથ્વી ફરે છે.'
વર્ગશિક્ષક : 'ઉત્તમ. એ રેખા પર તું કપડાં ટાંગી શકે ?'
વિદ્યાર્થી : 'હા, સર.'
વર્ગશિક્ષક : 'ક્યા પ્રકારનાં ?'
વિદ્યાર્થી : 'કાલ્પનિક.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો