શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 136

સંતા - શુ તમને જલેબી પસંદ છે ? જો છે તો શુ તમે 500 ગ્રામ જલેબી એકસાથે ખાઈ શકો છો ?
બંતા - આમ તો જલીબી મને વધુ પસંદ નથી, પણ જો એક કિલો રબડી સાથે મળે તો હુ જરૂર ખાઈ લઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક (નટુને) : 'તું મને "યોગાનુયોગ"નું કોઈ સુંદર ઉદાહરણ આપી શકે ?'
નટુ : 'હા, કેમ નહિ ? મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયા હતા બોલો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો