રવિવાર, 7 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 137

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી ઘરમાં આવી અને એક કવર પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.
પતિએ પૂછ્યુ - શુ થયુ ?
પત્ની - મારો ફોટો જુઓ, ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે, એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.
પતિ - (ફોટો જોતાં) સારૂ છે ને તારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલી હોટેલમાં ગયો. પોતાના બાળપણના મિત્ર મહેશને ત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો - અલ્યા, તુ આ હોટલમાં કામ કરે છે ? તને શરમ નથી આવતી ?
મહેશ બોલ્યો - નહીં યાર કામ કરવામાં મને શાની શરમ ? હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોત તો મને શરમ આવી હોત.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માં - પપ્પુ બેટા તુ કેમ રડે છે?
પપ્પુ - ડેડી બહાર કીચડમાં પડી ગયા હતા.
માં- એમાં રડવાનું શું? તારે તો હસવું જોઈએ.
પપ્પુ - તેમને જોઈને હું ક્યારનો એજ કરી રહ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો