બુધવાર, 31 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 148

છગન : 'મારી કંપની એક એકાઉન્ટન્ટને શોધી રહી છે.'
મગન : 'પણ હજુ ગયે અઠવાડિયે જ તમારી કંપનીએ એકાઉન્ટન્ટની નિમણૂક કરી હતી ને ?'
છગન : 'એ એકાઉન્ટન્ટની જ શોધખોળ ચાલે છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે પૂછ્યુ - રમાશંકર, બતાવો ચંદ્ર દૂર છે કે નેપાળ ?
રમાશંકર - નેપાળ દૂર છે. ચંદ્ર તો અહીંથી જોઈ શકાય છે, પણ નેપાળ નથી જોઈ શકાતુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટરે એક દર્દીને કહ્યુ - તમારે કાયમ નિયમ મુજબ રહેવુ જોઈએ
દર્દી - હુ તો રોજ નિયમ મુજબ જ રહુ છુ
ડોક્ટર - ખોટુ ન બોલો, હું તમને ગઈકાલે જ ગાર્ડનમાં એક યુવતી સાથે ફરતા જોયા.
દર્દી - એતો મારો રોજનો નિયમ જ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો