લલ્લુ અને રાજુને ત્રણ ટાઈમ બોમ્બ મળ્યા. બેઉ એને લઈને પોલીસસ્ટેશન ચાલ્યા. લલ્લુએ કહ્યું : 'ધાર કે આમાંથી એકાદ બોમ્બ રસ્તામાં ફાટી જાય તો ?'
રાજુ : 'તો શું ? ખોટું બોલીશું કે બે જ બોમ્બ મળ્યા હતા !
છોકરી પ્રાર્થના કરતી હતી : 'હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે લગ્ન કરાવજે….'
ભગવાન : 'પ્રાર્થના બદલ બેટા, સમજ્દાર હોય એ પરણે જ નહીં.'
મગને નવી કાર ખરીદી. જ્યારે તે કાર ચલાવીને ઓફિસ જતો હતો. રસ્તામાં તેણે ટ્રાફિકનું બોર્ડ જોયું. તેને જમણી બાજુ ટર્ન લેવો હતો, પરંતુ બોર્ડ પર ફ્રિ લેફ્ટ ટર્ન લખેલુ જોઈને તે ઊભો રહી ગયો.
ત્યાં ઉભેલા ટ્રાફિક સિગ્નલવાળાને તેણે પૂછ્યુ - ભાઈ હવે જમણી બાજુ ટર્ન લેવા કેટલા પૈસા ચૂકવવા પડશે ?
ટિપ્પણી પોસ્ટ કરો