બુધવાર, 5 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 167

કેરોની બજારમાં અંગ્રેજ પ્રવાસીને ત્યાંના ફેરિયાએ રાણી કિલયોપેટ્રાની ખોપરી બતાવી કહ્યું : 'માત્ર 100 પાઉન્ડ.' પ્રવાસી : 'આભાર, પણ ઘણી મોંઘી છે.' ફેરિયો : 'આ નાની ખોપરી માટે શું વિચાર છે ?' પ્રવાસી : 'કોની છે ?' ફેરિયો : 'ક્લિયોપેટ્રા નાની હતી ત્યારની છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - શુ તમે મને રાજા રામ મોહન રાય વિશે કશુ બતાવી શકો છો ? રાજુ - હા, સર તે ચારે પાકા મિત્રો હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રમણ - અરે યાર, હુ જ્યારે પણ એટીએમમાં પૈસા કાઢવા જઉ છુ તો ત્યાં એટીએમમાં પાસવર્ડ નાખુ છુ તો એટીએમમાં ફીગરને બદલે સ્ટાર-સ્ટાર આવે છે. છગન - અરે એ તો તારો પાસવર્ડ પાછળવાળો માણસ ન જોઈ જાય માટે રમણ - પણ જ્યારે હું એકલો હોવુ ત્યારે પણ સ્ટાર જ આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો