શનિવાર, 1 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 165

સંતા(લાઈબ્રેરિયનને)-હું આ ચોપડી લઈ ગયો હતો પરંતુ આ વાચેલી બધી ચોપડીઓ કરતાં સૌથી વધારે બોરિંગ છે. આમા તો ફક્ત પાત્ર જ છે. વાર્તા તો ક્યાંય નથી. લાઈબ્રેરિયન - તમે અમારી ફોનબુક લઈ ગયા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નાનકડી છોકરીએ લગ્નમાં મમ્મીને પૂછ્યું : 'મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે ?' મમ્મી : 'સફેદ ખુશી આપનારો રંગ છે અને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.' છોકરી : 'તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બાળક(શિક્ષકને) - મેડમ, જેણે કશું ન કર્યુ હોય તેને સજા આપવી યોગ્ય કહેવાય ? શિક્ષક - નહી. બાળક - તો ઠીક છે આજે મેં હોમવર્ક નથી કર્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો