શનિવાર, 29 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 178

એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - કેમ મિત્ર તમારા દાંત કેવી રીતે તૂટી ગયા ?
બંતા - હસવાને કારણે..
સંતા - હસવાને કારણે કેવી રીતે ?
બંતા - હા, યાર, ગઈકાલે મેં એક પહેલવાનને જોઈને હસી પડ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગટુ : 'મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.'
નટુ : 'કેમ ? એમને કશું યાદ નથી રહેતું કે શું ?'
ગટુ : 'ના યાર, એને બધું જ યાદ રહે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો