સંતાને ચૂંટણીમાં ઉભા રહેવાનો શોખ થયો, તેણે પોતાનુ નામાંકન ભરી દીધુ. તેણે પ્રચાર કરવાનો પણ શરૂ કર્યો. એક દિવસે પત્રકારોએ તેનો ઈંટરવ્યુ લીધો. તમે છેક નીચેના પગથિયાથી શરૂ કરીને ટોચ સુધીના ધંધાએ પહોંચ્યા એમ ને ? તમે જરા કહેશો કે તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને હમણાં ક્યા સુધી પહોંચ્યા છો.
મેં જૂતા-પોલીશથી શરૂઆત કરી હતી, અને હવે લોકોના વાળ કાપું છુ.
બે સ્ત્રીઓ પુરુષોની બીજા પર નિર્ભરતા વિશે વાત કરી રહી હતી. એક હસીને બોલી - મારા પતિ બિલકુલ બાળકોની જેમ અસહાય છે.
બીજી બોલી - મારા પતિના પણ એ જ હાલ છે. ક્યાં સુધીની વાત કરું ? ઓફિસમાંથી આવીને જ્યારે તે શર્ટમાં બટન લગાવે છે ત્યારે સોઈમાં દોરો પણ મારે જ પરોવી આપવો પડે છે.
પત્ની - કુંવારા અને પરિણિત વ્યક્તિમાં શુ ફરક છે ?
પતિ - કુંવારાના શર્ટનુ બટન ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી ટકતા.
ટિપ્પણી પોસ્ટ કરો