ગુરુવાર, 27 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 177

ડૉક્ટર (દર્દીને) : 'જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.'
દર્દી : 'એ શક્ય નથી સાહેબ.'
ડોક્ટર : 'કેમ ? એમાં શું વાંધો છે ?'
દર્દી : 'વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે થોડું લખજે.
રમેશે લખ્યું : 'સોમવારે મા મામાને ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો શીરો બનાવાઈ ગયો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી ચાલ્યો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન - બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ?
છગન - આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો