શુક્રવાર, 7 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 168

કવિ : 'કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસેલા.' મિત્ર : 'શું ચોરાયું ?' કવિ : 'તે બધા ઓરડા ખૂંદી વળ્યા ને આખરે ટેબલ પર પાંચ રૂપિયાની નોટ મૂકીને જતા રહ્યા.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - કહો ગટ્ટુ ચંદ્ર અને નેપાળ અહીંથી કેટલુ દૂર છે ? ગટ્ટુ - કેવી રીતે કહુ ? ચંદ્ર તો સામે જ દેખાય છે, પણ નેપાળ નથી દેખાતું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક પતિએ પત્નીને જોરથી તમાચો માર્યો તો પત્ની ગુસ્સે થઈ ગઈ. પતિએ કહ્યુ - માણસ તેના પર જ હાથ ઉઠાવે જેને પ્રેમ કરતો હોય. પત્નીએ પતિ પર બે તમાચા ઝીંકી બોલી - તમે શુ સમજો છો, હુ તમને ઓછો પ્રેમ કરુ છુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો