પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.
પત્નીઃ એ કેવી રીતે
પતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ બળી જાય છે
કીડી: હાથી ભાઈ, હાથી ભાઈ તમારી ચડ્ડી આપો ને.
હાથી : કેમ મારી ચડ્ડી જોઈએ છે?
કીડી : મારી બહેનના લગ્ન છે!!!
--આભાર ધીરજભાઈ
છગન અને લીલી આખી સોસાયટીમાં સૌથી વઘુ ઝગડાળું હતા.
એમનો ઝગડો સવાર પડે ને શરૂ થઈ જતો તે મોડી રાત સુધી ચાલતો.
એક દિવસ એમનો પડોશી લલ્લુ બીજા પડોશી મગનને કહી રહ્યો હતો... ‘‘સારું છે કે આ બન્ને ઝગડાળું એકબીજાને પરણ્યા એટલે એ બે જ દુઃખી થશે બાકી બન્ને બીજાને પરણ્યા હોત તો ચાર જણ દુઃખી થાત..
--આભાર અરવિંદભાઈ પટેલ
વાંચકમિત્રો આપ પણ આપના મનગમતા જોક્સ અમને મોકલી શકો છો .
મોકલવા અહી જાવ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો