રવિવાર, 11 માર્ચ, 2012

Gujarati Joke Part - 237

શિક્ષક : 'ખુદકુશી કરલી' ઔર 'ખુદકુશી કરની પડી' બેઉ વચ્ચેનો ભેદ બતાવો.'
રમેશ : પહેલાનો જવાબ બેરોજગારી ને બીજાનો શાદીશુદા….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગોલુની પત્ની ભાગી ગઇ હતી. પાંચ દિવસ પછી ઘરે પાછી આવી.
ગોલુએ ગુસ્સામાં કહ્યું, 'હવે શું લેવા આવી છો?'
પત્નીએ કહ્યું : 'મોબાઇલનું ચાર્જર ભૂલી ગઇ હતી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રોહિત : 'તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?'
અમિત : 'સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો