'રમેશ, તેં સુરેશને ગધેડો કહ્યો એ ખૂબ જ શરમની વાત છે. તારે દસ રૂપિયા દંડ ભરવો પડશે.'
'સાહેબ !' રમેશે કહ્યું : 'મને માફ કરી દો સાહેબ ! હવેથી હું આવું નહિ કરું. કહેતા હોવ તો હવેથી હું બધા ગધેડાઓને સુરેશ કહીશ.'
બાપુની ઘોડી દેવ-મંદિરના વાતાવરણમાં ઊછરેલી એટલે એને કહો કે 'ભગવાનની દયા છે' કે તરત જ દોડવા માંડે અને 'હે ભગવાન' કહો એટલે થંભી જાય. બાપુએ એક માલદારને આ ઘોડી વેચી અને એની વિશેષતા કહી. માલદાર ઘોડી ઉપર બેઠો અને બોલ્યો, 'ભગવાનની દયા છે.' તરત ઘોડી પૂરપાટ દોડવા માંડી. સામે ઊંડી ખીણ આવી એટલે માલદાર ગભરાયો, એણે ઘોડીની લગામ ખેંચી પણ એ એટકી નહીં. આખરે ખીણની બરાબર ધાર ઉપર એનાથી રાડ પડી ગઈ, 'હે ભગવાન'. તરત ધોડી ઊભી રહી ગઈ. ખુશ થઈને માલદાર બોલ્યો : 'ભગવાનની દયા છે.'
છગન - અરે યાર મને એ સમજાતુ નથી કે સરકારે મતાધિકાર માટે 18 વર્ષ અને લગ્ન માટે 21 વર્ષ કેમ નક્કી કર્યા ?
મગન - કારણ કે સરકાર પણ જાણે છે કે સરકાર સાચવવી સહેલી વાત છે, પરંતુ પત્ની સાચવવા માટે હિમંત જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો