મંગળવાર, 27 માર્ચ, 2012

Gujarati Joke Part - 246

વકીલ (ચોરને) : તને હું જેલમાંથી છોડાવું તો તુ મને શું આપે ?
ચોર : બીજુ તો શું આપું ? સાહેબ, માત્ર હું એટલું વચન આપી શકું કે ભવિષ્યમાં તમારે ઘેર ક્યારેય ચોરી નહીં કરું !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લતા : વાસણ ઊટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?
ગીતા : અલી, આમ તો મેં ઘણા અખતરા કરી જોયાં, પણ એમાં ઉત્તમ મારા વર નીકળ્યા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાળક - મમ્મી મને રસ્તામાં એક રૂપિયો મળ્યો.
થોડીવાર પછી બાળકે એ રૂપિયો ફેકી દીધો.
મમ્મીએ પૂછ્યુ -કેમ બેટા, રૂપિયો કેમ ફેંકી દીધો ?
બાળક - મમ્મી, મને યાદ આવ્યુ ગયુ કે આ મારો રૂપિયો નથી, મારો રૂપિયો તો શાળામાં પડી ગયો હતો.
લાઈટ કેમ નહી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો