બુધવાર, 7 માર્ચ, 2012

Gujarati Joke Part - 235

જમતી વખતે પતિએ કહ્યુ - આજે ફરી દુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી નવા જનમમાં માણસ ગધેડો બને છે.
પત્નીએ કહ્યુ- એ તો તમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે મુરખાઓ વાતો કરતા હતા.
પહેલો : યાર, હાથી એક વૃક્ષ પર ચઢી જાય અને પાછો ઉતરવા માગે તો તેણે શું કરવું જોઈએ ?
બીજો : સાવ સીમ્પલ, હાથીએ એક પાંદડા પર બેસી જવું જોઈએ અને પાનખરની રાહ જોવી જોઈએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રેલગાડીમાં ચર્ચા ચાલી રહી હતી.
એક વૃધ્ધ બોલ્યો - હવે તો સમાજવાદ આવશે.
બીજો બોલ્યો - નહી, નહી માર્ક્સવાદ આવશે.
ત્રીજો બોલ્યો - નહી હવે તો સામ્યવાદ આવશે.
અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધે કહ્યુ, મહેરબાની કરીને 'અલાહાબાદ' આવે ત્યારે મને બતાવજો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો