બુધવાર, 21 માર્ચ, 2012

Gujarati Joke Part - 242

મુન્નાના પિતાએ તેની માર્કશીટ જોઈને કહ્યુ - તારા જેવા બાળકો તો આ ઘરતી પર ભાર છે.
મુન્નો - ચિંતા ન કરો પપ્પા, એટલેજ તો હું મોટો થઈને પાયલોટ થવા માગું છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગ્નના ત્રણ ચાર મહિના પછી રાજેશ થોડો ટેંશનમાં લાગતો હતો. એક દિવસ તેના મિત્ર મનીષે પૂછ્યુ - લગ્ન પછી તારી જીંદગીમાં શુ ફેરફાર આવ્યો છે ?
રાજેશે નિરાશાજનક અવાજમાં કહ્યુ - કંઈ ખાસ નહી, પહેલા એકલતા સતાવતી હતી હવે પત્ની...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઘણા મહિના રાહ જોયા પછી અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર વાંચતા પતિએ પત્નીને કહ્યું : 'લે, આ જો આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.'
પત્નીએ રસોડામાં વાસણ માંજતા હાથ ધોઈને જવાબ આપ્યો : અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો