શનિવાર, 3 માર્ચ, 2012

Gujarati Joke Part - 233

એકવાર ગટ્ટુએ રોડ પર ઘણા બધાને દોડતા જોયાં. એ જોઈને તેને બાજુ પર ઉભેલા રસિકને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ?
રસિક - મેરેથોન દોડ યોજાઈ રહી છે.
ગટ્ટુ - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ?
રસિક - જે જીતશે તેને ઈનામ મળશે.
ગટ્ટુ - તો પછી બીજા કેમ દોડી રહ્યા છે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - ડોક્ટરે કહ્યુ કે તમને કોઈ બીમારી નથી
બંતા - તો પછી, તુ આટલો ઉદાસ કેમ છે ?
સંતા - હું વિચાર કરી રહ્યો છુ કે ફી ના 150 રૂપિયા બેકાર ગયા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટપુ : 'તમારા વખાણ કરું એટલા ઓછાં.'
નટુ : 'આખરે તમને મારી કિંમત સમજાઈ.'
ટપુ : 'ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો