બુધવાર, 14 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 332

બંતા - સારુ થયુ તમે મળી ગયા, હું મારું પર્સ ઘરે ભૂલી આવ્યો છુ, મને 500 રૂપિયાની તત્કાલ જરૂર છે.
સંતા - કોઈ વાંધો નહી, મુસીબતમાં જ મિત્ર મિત્રના કામે આવે છે. આ લે બે રૂપિયા, બસ પકડ, આ બસ સીધી તમારા ઘરે જ જશે. ઘરે જઈને પર્સ લઈ આવો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : 'તને કેટલો પગાર મળે છે ?'
'ચાર સો રૂપિયા.'
'આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.'
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : 'આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો છે ?'
'એ આપણે ત્યાં કામ કરતો નથી. એ તો પાર્સલ આપવા આવ્યો હતો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : તમને મારામાં સૌથી સારું શું લાગેલું ? મારી બુદ્ધિ કે પછી મારું સૌંદર્ય ?
પતિ : મને તો આ તારી મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો