શુક્રવાર, 2 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 326

પત્ની- : ક્‌લ્બ-માં આજે મજાની પાર્ટી છે, જેમાં તમામ સભ્યોેને કહ્યું છે કે ઘરથી કોઈપણ એક નકામી વસ્તુો લઈને આવે.
પતિ : તો, તું શું લઈ જઈ રહી છે?
પત્ની- : મને કંઈ પણ સમજમાં નથી આવતું પણ તમે સાથે આવશોને?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછ્યુ - તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો.
હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો - શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ?
મગન - નહી, મેં તમને નથી જોયા પણ(પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.
પત્ની - પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.
પતિ - ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો