કરિયાણાની દુકાનમાં સવાર-સવારમાં જ એક શેઠ અને નોકર બાખડી પડ્યાં.
શેઠ : 'કાન ખોલીને સાંભળી લે, જો તારે આ દુકાનમાં કામ કરવું હોય તો એક વાત હમેશા યાદ રાખશે કે, જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે. હવે જલ્દી-જલ્દી મને બતાવી દે કે, બાજુ વાળી ઝમકૂ મારા વિષે તને શું કહી રહીં હતી.' ક્યાંક મારા વખાણ તો નહોતી કરી રહીને ?
''શેઠજી એ કહી રહી હતી કે, આ દુકાનનો માલિક તો ગધેડો છે, ગધેડો''- નોકર ધીમા અવાજે બોલ્યો
બાપુએ પૂરપાટ ગાડી હંકારતાં અકસ્માત નોતર્યો. કોર્ટમાં જજસાહેબે પૂછ્યું, 'બોલો શી સજા આપું ? 30 દિવસની જેલ કે 3000 રૂપિયા ?'
બાપુ : 'સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય !'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો